Home> India
Advertisement
Prev
Next

Bird Flu ના જોખમને પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં, લીધો અત્યંત મહત્વનો નિર્ણય 

કોરોના સંક્ટ વચ્ચે દેશમાં સામે આવી રહેલા બર્ડ ફ્લૂના કેસ ડરાવી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં સેંકડોની સંખ્યામાં કાગડા મરી ગયા છે અને તેમનામાં આ વાયરસ મળ્યો છે.

Bird Flu ના જોખમને પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં, લીધો અત્યંત મહત્વનો નિર્ણય 

નવી દિલ્હી: લગભગ 6 કરતા વધુ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ના કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકારો અલર્ટ મોડ પર છે. આ બાજુ કેન્દ્ર સરકારે પણ સ્થિતિની ગંભીરતા જોતા એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે જેનાથી દરેક રાજ્યના સંપર્કમાં રહી શકાય. 

કોરોના બાદ હવે નવી બીમારી....પણ ગભરાશો નહીં, બર્ડ ફ્લૂની સારવાર છે, જાણો કેવી રીતે થાય છે ટ્રીટમેન્ટ?

મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ
કોરોના સંક્ટ વચ્ચે દેશમાં સામે આવી રહેલા બર્ડ ફ્લૂના કેસ ડરાવી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં સેંકડોની સંખ્યામાં કાગડા મરી ગયા છે અને તેમનામાં આ વાયરસ મળ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હાલાત જોતા ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાજ્યમાં પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના સેમ્પલ લેવામાં આવશે. આ માટે જલદી રાજ્ય સરકાર નિર્દેશ બહાર પાડશે. 

કેન્દ્ર સરકારે પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. જેના દ્વારા દેસમાં આવી રહેલા આવા કેસ પર નજર રાખી શકાય. 

કર્ણાટકે અલર્ટ જાહેર કર્યું
બર્ડ ફ્લૂના જોખમને જોતા કર્ણાટકે કેરળ સંલગ્ન પોતાની સરહદે અલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના ચાર જિલ્લામાં અલર્ટ જાહેર કરાયું છે. કેરળે પણ પ્રભાવિત વિસ્તારોમાં પક્ષીઓને મારવાના આદેશ આપ્યા છે. 

ભારતમાં અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઈન્દોર, કેરળ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. લગભગ દસ રાજ્યોએ પોતાના ત્યાં અલર્ટ જાહેર કરી છે. 

શું છે આ બર્ડ ફ્લૂ?
બર્ડ ફ્લૂની બીમારી Avian Influenza વાયરસ  H5N1 ના કારણે થાય છે. આ વાયરસ પક્ષીઓમાંથી માણસો સુધી પહોંચી શકે છે. WHO ના જણાવ્યાં મુજબ બર્ડ ફ્લૂનું ઈન્ફેક્શન એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચવું મુશ્કેલ છે. પરંતુ આ વાયરસ જીવલેણ છે. આ વાયરસથી સંક્રમિત લોકોના મૃત્યુનો દર 60 ટકા છે. 

Bird Flu: ભારતમાં પક્ષીઓમાં મળી રહેલ બર્ડ ફ્લૂ વાયરસ કેટલો ખતરનાક છે?

કોરોનાની વાત કરીએ તો સમગ્ર દુનિયામાં એક વર્ષની અંદર કોરોના વાયરસથી 18 લાખ 64 હજાર લોકોના મૃત્યુ થયા છે. અને હાલના સમયમાં કોરોનાથી મૃત્યુદર 3 ટકા છે. જ્યારે બર્ડ ફ્લૂથી સંક્રમિત દર્દીઓના મૃત્યુનો દર 60 ટકા છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાયરસની સરખામણીમાં બર્ડ ફ્લૂ માણસો માટે વધુ જોખમી છે. બર્ડ ફ્લૂથી દર્દીના મૃત્યુ દર કોરોનાની સરખામણીએ 20 ઘણો વધુ છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More